ભાસ્કર ગ્રુપના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલનું નિધન

Apr 12, 2017 01:55 PM IST | Updated on: Apr 12, 2017 02:34 PM IST

અમદાવાદ #દૈનિક ભાસ્કર ગ્રુપના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલનું આજે અમદાવાદ ખાતે નિધન થયું છે. એરપોર્ટ ખાતે એમને હ્રદયરોગનો હુમલો આવતાં એમને એપોલો હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં એમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે બપોરે એમના પાર્થિવ દેહને ભોપાલ લઇ જવાશે.

મધ્યપ્રદેશના ભોપાલના રહેવાસી અને દેશમાં મીડિયા ક્ષેત્રના દૈનિક ભાસ્કર ગ્રુપના ચેરમેન આજે અમદાવાદ આવ્યા હતા. જ્યાં એરપોર્ટ ખાતે એમને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. આ સાથે જ એમને સારવાર માટે એપોલો હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતાં. જોકે સારવાર દરમિયાન જ એમને અંતિમ શ્વાસ લીધા હતા.

ભાસ્કર ગ્રુપના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલનું નિધન

રમેશચંદ્રના નિધનથી દૈનિક ભાસ્કર ગ્રુપને મોટી ખોટ પડી છે. એમના નિધનના સમાચારને પગલે પરિવારજનો અમદાવાદ આવવા રવાના થયા છે અને બપોરે એમના પાર્થિવ દેહને ભોપાલ લઇ જવાશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે શ્રધ્ધાજલિ પાઠવી હતી. વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

સુચવેલા સમાચાર