હેવાન શિક્ષક મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કહ્યું? જાણો

Feb 04, 2017 04:15 PM IST | Updated on: Feb 04, 2017 04:15 PM IST

ગાંધીનગર #અમરેલી જિલ્લાના લાઠી ગામે બહાર આવેલા શિક્ષકની હેવાનિયતના ચકચારી કિસ્સામાં રાજ્યના શિક્ષણ મંત્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. શિક્ષણ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો હતો.

હેવાન શિક્ષકે કેવા ફટકાર્યા વિદ્યાર્થીઓને, જુઓ

અમરેલી જિલ્લાના લાઠી ગામે આર આર ધોળકીયા ટ્રસ્ટ સંચાલિત શ્રી કલાપી વિનય મંદિર હાઇસ્કૂલમાં બાયોલોજી વિષય ભણાવતા શિક્ષક રાજેશ ચાવડાએ કોઇ કારણોસર વિદ્યાર્થીઓને ઢોર માર મારતાં મામલો ગરમાયો છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને આ શિક્ષકે કોઇને લાત તો કોઇનો હાથ મરડ્યો તો કોઇને લાફા માર્યા હતા. ન્યૂઝ18 ઇટીવી દ્વારા આ સમગ્ર મામલાને ઉજાગર કરતાં આજે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમે અધિકારીને તપાસ સોંપી છે. કડકમાં કડક પગલાં ભરીશું, સસ્પેન્ડ પણ થઇ શકે અને પોલીસ ફરિયાદ પણ થઇ શકે. કાયદાના દાયરામાં રહીને કડકમાં કડક કાર્યવાહી કરાશે કે જેથી ભવિષ્યમાં કોઇ શિક્ષક આ પ્રકારે કોઇ વિદ્યાર્થીને માર ન મારે.

સુચવેલા સમાચાર