સાણંદ બંધને લઇને સામે આવ્યો ઠાકોર સેનાનો જુથવાદ, રમેશ ઠાકોરે ફરી નિવેદન બદલ્યું

Feb 15, 2017 11:05 AM IST | Updated on: Feb 15, 2017 11:05 AM IST

સાણંદ #ખેડૂતાના સમર્થનમાં અલ્પેશ ઠાકોર દ્વારા અપાયેલા સાણંદ બંધ દરમિયાન આજે ઠાકોર સેનાનો જુથવાદ સામે આવ્યો છે. સવારથી જ બંધને સારો પ્રતિસાદ મળી રહ્યો હતો ત્યાં પોલીસ સાથે થયેલા ઘર્ષણ બાદ ઠાકોર સેના દ્વારા બંધનું એલાન પાછું ખેંચાયાની જાહેરાત કરાઇ હતી. જોકે એની ગણતરીની મિનિટોમાંજ રમેશ ઠાકોરે પોતાનું નિવેદન બદલ્યું છે અને બંધનું એલાન યથાવત રહેવાની જાહેરાત કરી છે. અલ્પેશ ઠાકોરને વિશ્વાસમાં લેવાયા વગર જ બંધનું એલાન પરત ખેંચવાની જાહેરાત કરી દેવાઇ હતી.

સાણંદ બંધનું એલાન: ઠાકોર સેના આવી રોડ પર, થયું ઘર્ષણ

સાણંદ બંધને લઇને સામે આવ્યો ઠાકોર સેનાનો જુથવાદ, રમેશ ઠાકોરે ફરી નિવેદન બદલ્યું

સિંચાઇના પાણી માટે લડી રહેલા ખેડૂતોના સમર્થનમાં અલ્પેશ ઠાકોર દ્વારા અપાયેલા સાણંદ બંધના એલાનમાં બાજી બદલાઇ છે. સવારથી બંધને સફળતા મળી રહી હતી આ સંજોગોમાં પોલીસ દ્વારા ઠાકોર સેનાના 10 કાર્યકરોની અટકાયત કરાતાં એકાએક બંધનું એલાન પાછું ખેંચાતાં અનેક તર્ક વિકર્તો ઉઠવા પામ્યા છે.

ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા આજે સાણંદ બંધનું એલાન અપાયું હતું. સવારથી જ ઠાકોર સેના બંધને સફળ બનાવવા માટે રસ્તા પર ઉતરી આવી હતી. ઠાકોર સેના દ્વારા સરકાર વિરૂધ્ધ પણ ઉગ્ર સુત્રોચ્ચાર કરાયા હતા. જેને પગલે પોલીસ અને ઠાકોર સેના વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ સંજોગોમાં પોલીસ દ્વારા ઠાકોર સેનાના 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી લેવાતાં મામલો ગરમાયો હતો. જેને પગલે ઠાકોર સેનાના ઉપ પ્રમુખ રમેશ ઠાકોર પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને બંધનું એલાન પાછું ખેંચવાની એમણે જાહેરાત કરી હતી.

ઉપ પ્રમુખ રમેશ ઠાકોરે એક નિવેદનમાં જણાવ્યું કે, અમે સાણંદ બંધનું એલાન પાછું ખેંચીએ છીએ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર