નલિયા દુષ્કર્મ કાંડ: ભાજપના ત્રણ પદાધિકારીઓને 12 દિવસના રિમાન્ડ

Feb 12, 2017 03:24 PM IST | Updated on: Feb 12, 2017 03:24 PM IST

ભૂજ #બહુચર્ચિત નલિયા દુષ્કર્મ કાંડમાં શનિવારે ધરપકડ કરાયેલા ભાજપના ત્રણ પદાધિકારીઓને આજે કોર્ટમાં રજુ કરાતાં કોર્ટે ત્રણેયના 12 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા વધુ ખુલાસા સામે આવવાની સંભાવના જોવાઇ રહી છે.

અબડાસા તાલુકાના નલિયાના સામુહિક દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા ભાજપના ત્રણ પદાધિકારીઓ ગાંધીધામના બે નગરસેવક અજિત રામવાણી અને વસંત ભાનુશાલી તેમજ ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી ગોવિંદ પારૂ મલાણીની પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. જેમને આજે કોર્ટમાં રજુ કરાયા હતા.

નલિયા દુષ્કર્મ કાંડ: ભાજપના ત્રણ પદાધિકારીઓને 12 દિવસના રિમાન્ડ

 

સુચવેલા સમાચાર