અટકાયત બાદ અલ્પેશ ઠાકોરનો વધુ એક પડકાર, વડાપ્રધાનનો રસ્તો રોકવાની કરી જાહેરાત

Feb 23, 2017 03:49 PM IST | Updated on: Feb 23, 2017 04:28 PM IST

અમદાવાદ #સાણંદ ખાતે ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધી કરવા ગયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની અટકાયત કરાઇ હતી. અમદાવાદ હેડ ક્વાર્ટસ લવાતાં અલ્પેશ ઠાકોરે અહીં વધુ એક પડકાર ફેંકતાં આગામી 8મીએ ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રસ્તો રોકવાની જાહેરાત કરી હતી.

રોજગારીના મુદ્દે સાણંદમાં ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધી કરવા જતાં પોલીસે અલ્પેશ ઠાકોરની અટકાયત કરી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ઠાકોર સેનાના કાર્યકરો અને યુવાનોને લઇને કોઇ અનિચ્છનિય બનાવ ન બને એ માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યા હતા.

અટકાયત બાદ અલ્પેશ ઠાકોર અને અન્યોને અમદાવાદ હેડ ક્વાર્ટસ ખાતે લવાયા હતા. જ્યાં અલ્પેશ ઠાકોરે વધુ એક લલકાર કર્યો હતો. આગામી સોમવારે ગાંધીનગર ખાતે દેખાવ આંદોલન કરવાની તથા આગામી 8મીએ ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રસ્તો રોકવાની પણ જાહેરાત કરી હતી.

સાણંદ સ્થિત ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધી કરવાની જાહેરાતથી પોલીસે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાના કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે બાદમાં પોલીસે દોઢેક કલાક બાદ મુક્ત કર્યા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર