નેશનલ ફિલ્મ એવોર્ડ: નિરજાને મળ્યો સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ, જાણો વિગત

Apr 07, 2017 03:19 PM IST | Updated on: Apr 07, 2017 04:31 PM IST

નવી દિલ્હી #આજે નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં આ વખતે નિરજાએ મેદાન માર્યું છે. સોનમ કપૂર અભિનિત આ ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મ બની છે જ્યારે અક્ષય કુમાર બેસ્ટ એક્ટર બન્યો છે. ગત વર્ષમાં રિલીઝ થયેલી રામ માધવાની નિર્દેશિત નિરજા ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો એવોર્ડ એનાયત કરાયો છે.

1986માં પેન એમ એરલાઇન્સના હાઇજેકિંગ દરમિયાન એર હોસ્ટેસ નીરજા ભનોટના જીવન પર બનેલી આ ફિલ્મમાં સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં હતી.

અક્ષય કુમારને ફિલ્મ રૂસ્તમ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અપાયો છે. નાગેશ કુકુનૂરની ફિલ્મ ધનકને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશને ફિલ્મ નિર્માણ માટે શ્રેષ્ઠ રાજ્ય માનવામાં આવ્યું છે અને સામાજિક મુદ્દે પિંક સર્વશ્રેષ્ઠ ફિલ્મ રહી છે.

સુચવેલા સમાચાર