ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ 2017: પ્રારંભે જ અરવિંદ કેજરીવાલની પીછેહઠ!

Mar 25, 2017 02:22 PM IST | Updated on: Mar 25, 2017 02:22 PM IST

અમદાવાદ #ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની પ્રારંભે પીછેહઠ થઇ છે. રવિવારે ગાંધીનગર ખાતેની મહાસભામાં હાજરી આપવાની જાહેરાત કરાઇ હતી. જોકે હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે તેઓ આ સભામાં ઉપસ્થિત રહેવાના નથી. એવું કહેવાય છે કે, દિલ્હી ચૂંટણીને પગલે તેઓએ ગુજરાત પ્રવાસ રદ કર્યો છે.

ચાલુ વર્ષે યોજાનાર ગુજરાત વિધાનસભાને પગલે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવવા સજ્જ બની છે. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીનું રણશીંગૂ ફૂંકવા માટે રવિવારે ગાંધીનગર ખાતે એક મહા સભાનું આયોજન કરાયું છે. જેમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અહીં હાજરી આપવાના હતા. જોકે છેલ્લી ઘડીએ એમણે પોતાનો કાર્યક્રમ રદ કર્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ 2017: પ્રારંભે જ અરવિંદ કેજરીવાલની પીછેહઠ!

જાણવા મળી રહેલી વિગત અનુસાર દિલ્હી સ્થાનિક ચૂંટણીને પગલે તેઓ વ્યસ્ત હોવાને લીધે ગુજરાત પ્રવાસ રદ કર્યો છે. તો બીજી તરફ એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન જોઇએ એ રીતે થઇ શકે એમ ન હોવાને લીધે આ પગલું લેવાયું હોઇ શકે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર