અમદાવાદના પ્રેમ દરવાજા પાસે ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

Apr 07, 2017 11:26 AM IST | Updated on: Apr 07, 2017 11:26 AM IST

અમદાવાદ #શહેરના પ્રેમ દરવાજા પાસે આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ફફડાટ પ્રસરી ગયો છે. ગોડાઉનમાં આગ લાગતાં ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

અમદાવાદના પ્રેમ દરવાજા પાસે ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

પ્રેમ દરવાજા પાસે આવેલા ગારમેન્ટના એક ગોડાઉનમાં આજે સવારે એકાએક આગ લાગી હતી. ગોડાઉનમાં રાખેલા ગેસના પાંચથી છ સિલિન્ડર આગની જપેટમાં આવતાં આગ ભીષણ બની હતી.

આગની જાણ કરાતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા કવાયત શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર