અમિત શાહ સાથેની મુલાકાત મામલે શંકરસિંહ વાઘેલાની સ્પષ્તા, શું કહ્યું? જાણો

Mar 30, 2017 11:43 AM IST | Updated on: Mar 30, 2017 11:52 AM IST

ગાંધીનગર #ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા સાથેની એમની મુલાકાતને લઇને અનેક તર્ક વિર્તકો ઉઠવા પામ્યા છે. જોકે આ મામલે શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આ માત્ર ઔપચારિક મુલાકાત છે બીજી કોઇ ગરબડી નથી.

ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સફળતા મેળવ્યા બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બુધવારે અમદાવાદ ખાતે વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું જેમાં એમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ પર પ્રહારો કર્યા બાદ આજે તેઓ વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરવાના હોવાની વાત સામે આવતાં રાજકીય ગરમાવો આવ્યો હતો. શંકરસિંહ વાઘેલા પોતાના પુત્રને ભાજપમાં સારો હોદ્દો અપાવવા પોતે ભાજપમાં જોડાશે કે શું? સહિતની અનેક અટકળો તેજ બની હતી.

રાજકીય ગરમા ગરમીના માહોલમાં શંકરસિંહ વાઘેલાએ ન્યૂઝ18 ઇટીવી સાથે ખાસ મુલાકાત આપતાં આ મામલે સ્પષ્ટતા કરી અને જણાવ્યું કે, આ માત્ર એક ઔપચારિક મુલાકાત છે. અમિતભાઇ રાષ્ટ્રીય નેતા છે અને અગાઉ મારા સાથીદાર રહ્યા છે. આ એક જાહેર મુલાકાત છે બીજી કોઇ ગરબડી નથી કે રાજકીય વાત નથી, માટે અન્ય કશું વિચારવા જેવું નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર