વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી એપ્રિલે આવશે ગુજરાત, ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ

Mar 30, 2017 02:15 PM IST | Updated on: Mar 30, 2017 02:15 PM IST

અમદાવાદ #રાજ્યમાં આ વર્ષમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ અત્યારથી જોવા મળી રહ્યો છે ત્યાં વડાપ્રધાનની વધુ એક ગુજરાત મુલાકાત ચર્ચામાં આવી છે. વડાપ્રધાન આગામી 17મી એપ્રિલે ગુજરાત પ્રવાસે આવે એવી સંભાવના છે. સુરત ખાતે બે કાર્યક્રમોમાં હાજરી આપશે.

ચાલુ મહિને જ ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનવાના સંકેત મળી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17મી એપ્રિલે ગુજરાત આવવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી એપ્રિલે આવશે ગુજરાત, ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ

સુરત ખાતે વિવિધ બે કાર્યક્રમોને લઇને પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે. સુમુલ ડેરીના 400 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાપર્ણ અને કિરણ હોસ્પિટલના લોકાપર્ણ કાર્યક્રમમાં મોદી હાજરી આપશે.

અહીં નોંધનિય છે કે, ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં વડાપ્રધાનની આ મુલાકાતને ચૂંટણી પ્રચારના જ ભાગરૂપે જોવાઇ રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર