દેશમાં પહેલીવાર થયું છે કે વડાપ્રધાને લાલ કિલ્લાથી સ્વચ્છતાનો સંદેશ આપ્યો : લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન

Mar 08, 2017 03:27 PM IST | Updated on: Mar 08, 2017 03:38 PM IST

ગાંધીનગર #ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે યોજાયેલા સ્વચ્છ શક્તિ 2017 સમારોહમાં ઉપસ્થિત લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું કે, દેશમાં એવું પહેલીવાર થયું છે કે જ્યારે દેશના વડાપ્રધાને લાલ કિલ્લાથી એક નાની પણ મહત્વની વાત કરી તો આખો દેશ સાથે જોડાયો છે. ભાઇ આહ્વાન કરે તો બહેનો જરૂર સાથ આપશે.

સ્વચ્છતા પર ભાર મુકતાં લોકસભા અધ્યક્ષા સુમિત્રા મહાજને કહ્યું કે, વડાપ્રધાનની સ્વસ્છતાની વાત આજે દેશમાં એક અભિયાન બની ગયું છે. મધ્યપ્રદેશની 11 વર્ષની તારા પણ પિતાને સ્વચ્છતા અંગે કહી રહી છે એ જોતાં એવું લાગે છે દેશમાં એક બદલાવ આવી રહ્યો છે.

દેશમાં પહેલીવાર થયું છે કે વડાપ્રધાને લાલ કિલ્લાથી સ્વચ્છતાનો સંદેશ આપ્યો : લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન

મહિલા દિવસ અંગે વાત કરતાં એમણે કહ્યું કે, ભગવાને ખુદ ગીતામાં કહ્યું છે કે, હુ સ્ત્રીઓના એ ગુણોમાં મારો વાસ છે. આ રીતે સ્ત્રીની તરફ જુઓ, એટલે વડીલોએ કહ્યું છે કે જો તમે નારીનું માન આપશો, સન્માન આપશો તો અચ્છાઇનો વાસ રહે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર