વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતમાં, 7મીએ ભરૂચ, 8મીએ ગાંધીનગર

Feb 25, 2017 09:40 AM IST | Updated on: Feb 25, 2017 09:40 AM IST

ગાંધીનગર #વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ 7મીએ ભરૂચ ખાતે પુલ લોકાપર્ણ કાર્યક્રમમાં હાજરી આપશે તો 8મીએ ગાંધીનગર ખાતે મહિલા સંમેલનમાં હાજરી આપશે.

આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેને પગલે રાજકીય નેતાઓની ગુજરાત મુલાકાતો વધી રહી છે જેમાં પીએમ પણ બાકાત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી મહિને બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતમાં, 7મીએ ભરૂચ, 8મીએ ગાંધીનગર

આ બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ 7મીએ ભરૂચ ખાતે નર્મદા નદી પરના પુલનું ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. બાદમાં તેઓ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને 8મીએ મહિલા સંમેલનમાં હાજરી આપશે.

અહીં નોંધનિય છે કે, અલ્પેશ ઠાકોર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન રસ્તા રોકોની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેને પગલે આ મુલાકાત ચર્ચાનો વિષય બની છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર