મહેસાણામાં આઇટીનો સપાટો, મોટા માથાઓ થયા અંડર ગ્રાઉન્ડ

Feb 15, 2017 12:44 PM IST | Updated on: Feb 15, 2017 12:44 PM IST

મહેસાણા #શહેરમાં ઇન્કમ ટેક્ષની ટીમોએ સપાટો બોલાવ્યો છે. સાગમટે સો જેટલી અધિકારીઓની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતાં મોટા માથાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. ભયના માર્યા મોટા જુથના શટરો પડી ગયા છે અને માલિકો અંડર ગ્રાઉન્ડ થયાની વિગતો જાણવા મળી રહી છે.

ઇન્કમ ટેક્ષની વિવિધ ટીમો દ્વારા આજે વહેલી સવારથી જ સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આર સી પ્રજાપતિ સહિત અન્ય મોટા વેપારીઓ જુથોને નિશાન બનાવાયા છે.

મહેસાણામાં આઇટીનો સપાટો, મોટા માથાઓ થયા અંડર ગ્રાઉન્ડ

મહેસાણા ઉપરાંત આસપાસના અંદાજે 100 જેટલા અધિકારીઓની ટીમો દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આઇટી રેડ દરમિયાન મોટા પાયે બેનામી સંપત્તિ સામે આવે એવી વકી સેવાઇ રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર