IND vs AUS: ભારતીય બોલરોની કમાલ, ઓસ્ટ્રેલિયા 137રનમાં ઓલ આઉટ

Mar 27, 2017 04:24 PM IST | Updated on: Mar 27, 2017 04:32 PM IST

ધર્મશાલા #ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી અને આખરી ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ કમાલ કરતાં ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં 137 રનમાં ઓલ આઉટ કરી દીધું છે. ટીમ ઇન્ડિયા 332 રનમાં ઓલ આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાએ બીજા દાવની શરૂઆત કરી હતી. (મેચનો લાઇવ સ્કોર જોવા ક્લિક કરો) 

ભારતીય બોલરોએ આજે ખરેખર કમાલ કરી બતાવી છે. ઓસ્ટ્રેલિયાને માત્ર 137 રનમાં ઓલ આઉટ કર્યું છે. પ્રથમ ઇનિંગમાં ચાઇનામેન કુલદીપ યાદવે કમાલ કરી હતી તો બીજા દાવમાં એને સફળતા મળી ન હતી. પરંતુ અશ્વિન, જાડેજા અને ઉમેશ યાદવને ત્રણ ત્રણ વિકેટ મળી છે જ્યારે ભુવનેશ્વર કુમારને એક વિકેટ મળી છે.

IND vs AUS: ભારતીય બોલરોની કમાલ, ઓસ્ટ્રેલિયા 137રનમાં ઓલ આઉટ

aus-second-bating

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર