ગુજરાતના માથે આતંકની દહેશત, ISISના 40 ઓપરેટર છુપાયાની આશંકા

Feb 28, 2017 10:34 AM IST | Updated on: Feb 28, 2017 11:07 AM IST

અમદાવાદ #ગુજરાતમાંથી પકડાયેલા આઇએસઆઇએસના બે આતંકીઓની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. બોમ્બ બનાવવાની ટેકનિકથી લઇને ટારગેટના સ્થળોના નકશા સહિતની વિગતો આ આતંકીઓ પાસે છે ત્યારે ખળભળાટ મચાવી દેનારી વાત સામે આવી છે. ગુજરાતમાં આઇએસઆઇએસના 40 ઓપરેટર હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.

ગુજરાત એટીએસ દ્વારા રાજકોટ અને ભાવનગરમાંથી ઝડપી લેવાયેલા ટેરર બ્રધર્સ વસિમ રામોડિયા અને નઇમ રામોડિયાની પુછપરછમાં સનસનીખેજ ખુલાસા સામે આવી રહ્યા છે. ગુજરાતના માથે આતંકીઓનો ઓછાયો મોત બની ભમી રહ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

ગુજરાતના માથે આતંકની દહેશત, ISISના 40 ઓપરેટર છુપાયાની આશંકા

આઇએસ માટે કામ કરતા આ બંને આતંકીઓને કોર્ટમાં રજુ કરતાં 10મી માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ પુછપરછમાં આ આતંકીઓ પાસેથી ખળભળાટ મચાવી દેનારી વિગતો સામે આવી છે.

આ બંને આતંકીઓની પુછપરછમાં એવું સામે આવ્યું છે કે, ગુજરાતમાં આઇએસનો રેલો આવી ગયો છે. રાજ્યમાં આઇએસઆઇએસના 40 જેટલા ઓપરેટરો કામ કરી રહ્યા છે. આ વિગતોને પગલે રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.

ચોટીલા, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે તો સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર