હાર્દિક પટેલનું સ્ફોટક નિવેદન, પાકિસ્તાનમાં જઇ બિરયાની ખાવાની જરૂર નથી

Mar 03, 2017 05:40 PM IST | Updated on: Mar 03, 2017 05:40 PM IST

રાજકોટ #રાજકોટ ખાતે રમાયેલી ક્રિકેટ મેચ દરમિયાન રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાના કેસમાં આજે પડધરી કોર્ટમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. હાર્દિક પટેલે રાજકોટમાંથી મળી આવેલ બોમ્બ પ્રકરણને નલિયાકાંડને ડાયવર્ટ કરવાનું ષડયંત્ર હોવાનું ગણાવ્યું હતું. વધુમાં હાર્દિક પટેલે પીએમ સામે નિશાન સાધતાં કહ્યું કે, પાકિસ્તાનમાં જઇને બિરયાની ખાવાની જરૂર નથી

નલિયાકાંડને ડાયવર્ટ કરવા બોમ્બ!

હાર્દિક પટેલનું સ્ફોટક નિવેદન, પાકિસ્તાનમાં જઇ બિરયાની ખાવાની જરૂર નથી

રાજકોટમાં ક્રીકેટ મેચ દરમ્યાન રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાના મામલે પાસ નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ પડધરી કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે હાર્દિક પટેલ આજે કોર્ટમાં હાજર રહ્યો હતો. અહીં હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજકોટમાંથી બોમ્બ મળવો તે નલીયાકાંડના  મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ઉભું કરાયેલ કૃત્ય છે.

રાજ્યમાં ચાલતી આતંકી પ્રવૃત્તિ બંધ કરો

હાર્દિકે પટેલે કહ્યું કે, રાજકોટમાંથી બે આતંકવાદીઓ મળવા, શાર્પશુટર પકડાવવા, ધાર્મિક સ્થાન ચોટીલાને ઉડાવવાની કાવતરા જેવી ઘટનાથી રાજ્યની કાયદો વ્યવસ્થા કથળી  હોવાનું દેખાઈ રહ્યું છે. જેથી પહેલા રાજ્યમાં ચાલતી આતંકી પ્રવૃત્તિ બંધ કરાવવી જોઈએ.

હાર્દિકનું પીએમ સામે નિશાન

ગુજરાતમાં વધી રહેલી આતંકી પ્રવૃત્તિઓ મામલે હાર્દિક પટેલે રાજ્ય સરકાર પર માછલાં ધોયા હતા. આ મામલે રાજ્ય સરકાર નિષ્ફળ ગઇ હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનમાં જઈ બિરયાની ખાવાની જરૂર નથી કહી તેણે પીએમ સામે પણ આડકતરૂ નિશાન સાધ્યું હતું.

હાર્દિકે કહ્યું, વિરોધ સ્વીકાર્ય છે

થઇ રહેલા વિરોધ અંગે હાર્દિક પટેલે કહ્યું કે, અમારો જે વિરોધ થઇ રહ્યો છે તેની સામે અમને કોઇ વાંધો નથી. વિરોધ થાય તો અમને ખબર પડે કે અમારી ભુલ ક્યાં થઇ રહી છે.

વિઠ્ઠલ રાદડીયા અંગે શું કહ્યું?

ભૂંડી ગાળો આપતા વિઠ્ઠલ રાદડીયાના વાયરલ થયેલા ઓડિયો અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, તેઓ વડીલ છે ઈચ્છે એ કરી શકે છે, પરંતુ એમના મોંઢે  આ પ્રકારના શબ્દો ન શોભે, અમારું આંદોલન તો ચાલુ જ રહેશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર