જાણીતા હાસ્ય લેખક તારક મહેતાનું નિધન, અમદાવાદ ખાતે લીધા અંતિમ શ્વાસ

Mar 01, 2017 10:27 AM IST | Updated on: Mar 01, 2017 12:50 PM IST

અમદાવાદ #ગુજરાતના જાણીતા હાસ્ય લેખક તારક મહેતાનું આજે અમદાવાદ ખાતે નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા.

ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે જેમનું મહત્વનું યોગદાન છે એવા જાણીતા હાસ્ય લેખક તારક મહેતાનું આજે અમદાવાદ ખાતે નિધન થયું છે. ગુજરાતી હાસ્ય લેખનમાં એમના યોગદાનને પગલે વર્ષ 2015માં એમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કરાયા હતા.

લાંબા સમયથી બિમારીથી પીડાતા 88 વર્ષિય તારક મહેતાનું નિધન થતાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મોટી ખોટ પડી છે. એમના નિધનને પગલે પરિવારજનોએ દેહદાન કરવાનો નિર્ણય લીધો છે.

અહીં નોંધનિય છે કે દેશવાસીઓને હસાવતી જાણીતી ટીવી સીરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એમના હાસ્યના ટૂચકાઓ પરથી તૈયાર કરાઇ હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર