ITનો સપાટો: અમદાવાદ, ઉત્તર ગુજરાતમાંથી 50 કરોડની કર ચોરી પકડાઇ

Mar 10, 2017 02:22 PM IST | Updated on: Mar 10, 2017 02:22 PM IST

અમદાવાદ #નોટબંધી બાદ થયેલા મોટા બેંકિંગ વ્યવહારોને પગલે ઇન્કમ ટેક્ષ વિભાગ સક્રિય બન્યો હતો. અમદાવાદ અને ઉત્તર ગુજરાત પંથકમાં વિવિધ સ્થળોએ સપાટો બોલાવતાં સર્ચ કામગીરી હાથ ધરી હતી. જેમાં અંદાજે 50 કરોડ કરતાં વધુની કર ચોરી સામે આવી છે.

ITનો સપાટો: અમદાવાદ, ઉત્તર ગુજરાતમાંથી 50 કરોડની કર ચોરી પકડાઇ

દેશમાં બ્લેક મની અને ફેક કરન્સીને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.500 અને 1000 રૂપિયાના દરની જુની ચલણી નોટોને ચલણમાંથી રદ કરતાં કાળા બજારીયાઓ દોડવા લાગ્યા હતા. બીજી તરફ નોટબંધી બાદ બેંકોમાં થયેલા વ્યવહારો પર વોચ રાખી રહેલ ઇન્કમટેક્ષ વિભાગે પણ વિવિધ સ્થળોએ દરોડા પાડી સપાટો બોલાવ્યો હતો.

અમદાવાદ સહિત વિવિધ સાત જેટલી કચેરીઓના સ્ટાફ દ્વારા અમદાવાદ, બોપલ, સાણંદ, ગાંધીનગર, કલોલ, સાબરકાંઠા સહિત વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. વિવિધ 50 જેટલા સ્થળોએ સર્ચ કામગીરી કરતાં છેવટે 50 કરોડથી પણ વધુની કર ચોરી સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં આઇટી દ્વારા ઓટો ડિલર, જ્વેલર્સ, બિલ્ડર સહિત મોટા વેપારીઓને ટારગેટ કરાયા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર