ગુજરાતમાં હિટ વેવ: 13 શહેરોમાં પારો 40ને પાર, ડિસામાં 10 વર્ષની રેકોર્ડ બ્રેક ગરમી

Mar 28, 2017 10:22 AM IST | Updated on: Mar 28, 2017 03:15 PM IST

અમદાવાદ #ગુજરાત જાણે ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું હોય એવો અનુભવ ગઇ કાલથી થઇ રહ્યો છે. રાજ્યમાં હિટવેવનું જોર એકાએક વધ્યું છે. આગામી 48 કલાક યલો એલર્ટના અપાયા છે. રાજ્યના 13 શહેરોમાં ગરમીનો પારો 40ને પાર પહોંચી ગયો છે તો ડિસામાં 10ની રેકોર્ડ બ્રેક ગરમી 43.4 ડિગ્રી નોંધાઇ છે.

રાજ્યમાં ચૈત્ર મહિનાના પ્રારંભે જ જાણે ગરમી પોતાનું જોર બતાવી રહી છે. અત્યાર સુધી ડબલ સિઝનથી લોકો પરેશાન હતા ત્યાં સોમવારથી એકાએક ગરમીનો પારો ઉપર ચઢ્યો છે.

રાજ્યના 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સે.ને પાર પહોંચ્યો છે તો રાજ્યમાં સૌથી વધુ ગરમી ડિસામાં નોંધાઇ છે. ડિસામાં સોમવારની ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. માર્ચ માસમાં સૌથી વધુ ગરમી ગઇ કાલે 43.4 ડિગ્રી સે. નોંધાઇ છે.  આ ઉપરાંત અમદાવાદ 42.8, ગાંધીનગર 43.2, રાજકોટ 41.9, વડોદરા 42.5, સુરત 41.4, ભૂજ 42, ભાવનગર 41.1, સુરેન્દ્રનગર 43.3 ડિગ્રી સે. તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગ દ્વારા ગરમી અને હિટ વેવને જોતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બપોરના સમયે લોકોને જરૂર ન હોય તો તડકાના સીધા સંપર્કમાં ન જવા સલાહ આપી છે.

હિટવેવથી બચવા શું કરશો?

#બપોરના સમયે સીધા તડકામાં જવાનું ટાળવું

#બહાર જવું જરૂરી હોય તો માથે ટોપી અને કોટનના ખુલ્લા કપડાં પહેરવા

#દિવસ દરમિયાન વધુ પાણી પીવું

#પાણીની સાથે લીંબુ શરબત, ગ્લુકોઝ વધુ સારૂ

#પાઇનેપલ, સંતરાનો જ્યૂસ પીવો યોગ્ય

#જમવામાં હલકો ખોરાક લેવો, થોડું પેટ ખાલી રાખવું

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર