ભાજપ અધ્યક્ષ અમિત શાહનું વિધાનસભામાં નિવેદન: દેશ અને દુનિયામાં ગુજરાત નંબર 1 છે અને રહેશે

Mar 30, 2017 12:42 PM IST | Updated on: Mar 30, 2017 12:42 PM IST

ગાંધીનગર #ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારે સફળતા મેળવ્યા બાદ પ્રથમ વખત માદરે વતન ગુજરાત આવેલા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતમાં ભાજપ શાસનના ભરપૂર વખાણ કર્યા હતા, એમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં ગુજરાત નંબર વન છે અને રહેશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યમાં ભાજપ શાસનના વખાણ કર્યા હતા. એમણે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં ગુજરાતે અનેક હાડમારીઓ જોઇ છે. ભાજપના શાસનમાં રાજ્યમાં અનેક સુવિધાઓ વધી છે. એમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના સમયમાં ટાઉન પ્લાનિંગનો કોન્સેપ્ટ આવ્યો છે. શહેરી વિકાસના ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાતની વિકાસ યાત્રા 2019 બાદ પણ ચાલુ રહેશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહનું વિધાનસભામાં નિવેદન: દેશ અને દુનિયામાં ગુજરાત નંબર 1 છે અને રહેશે

પીએમ કરે છે ગુજરાતની ચિંતા

અમિત શાહે આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીના સુશાસનના પણ વખાણ કર્યા હતા. અેમણે કહ્યું કે, મોદી સીએમ હતા ત્યારે પણ ગુજરાતની ચિંતા કરતા હતા અને પીએમ બન્યા બાદ પણ તેઓ ગુજરાતની ચિંતા કરે છે.

કોના નેૃત્વમાં લડાશે ચૂંટણી?

અમિત શાહે વિધાનસભાની ચૂંટણી મામલે પણ ઇશારો કર્યો હતો. વહેલી ચૂંટણી યોજાવાની અટકળો પર પૂર્ણ વિરામ મુકતાં એમણે નવેમ્બરમાં ચૂંટણી યોજવા તરફ ઇશારો કર્યો હતો. વધુમાં એમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ ચૂંટણી વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં જ લડાશે.

કોંગ્રેસ સામે સાધ્યું નિશાન

કોંગ્રેસ દ્વારા ગૃહમાં હોબાળો કરાતાં કોંગ્રેસ સામે નિશાન સાધતાં એમણે કહ્યું હતું કે, ગૃહમાં હોબાળો કરવાથી સત્તા નથી મળતી, જન મત મળવાથી સત્તા મળે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર