વિધાનસભામાં વિપક્ષનો હંગામો, એક કલાક માટે કાર્યવાહી સ્થગિત

Feb 21, 2017 12:32 PM IST | Updated on: Feb 21, 2017 01:01 PM IST

ગાંધીનગર #સોમવારથી શરૂ થયેલ બજેટ સત્રમાં આજે બીજા દિવસે પણ વિધાનસભામાં કાર્યવાહી અટકી છે. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં સુત્રોચ્ચાર સાથે હંગામો કરાતાં વિધાનસભા કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવી છે.

વિધાનસભામાં સોમવારે કોંગ્રેસ દ્વારા ભારે હંગામો કરાતાં કાર્યવાહી વારંવાર ખોટવાઇ હતી અને છેવટે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આજે બીજા દિવસે સવારથી કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાતી હતી અને વિધાનસભામાં એવું જ થયું છે. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવતાં એક કલાક માટે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

અહીં નોંધનિય છે કે, વિધાનસભામાં આજે બપોરે એક કલાકે ડેપ્યુટી સીએમ નિતિન પટેલ દ્વારા બજેટ રજુ કરવાનું છે પરંતુ જે રીતે કોંગ્રેસ દ્વારા વિરોધ થઇ રહ્યો છે એ જોતાં બજેટ કાર્યવાહીને લઇને અનેક સવાલો ઉભા થયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર