અમદાવાદ: ભ્રષ્ટાચારી સરકાર નહીં ચલેગી... એએમસી બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Apr 06, 2017 12:43 PM IST | Updated on: Apr 06, 2017 12:43 PM IST

અમદાવાદ #અમદાવાદ મ્યુનિસિપલ કોંર્પોરેશનમાં ચાલતા કરોડોના કૌભાંડનો કેગના રિપોર્ટમાં પર્દાફાશ થતાં કોંગ્રેસ દ્વારા એએમસી બહાર ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કથિત 600 કરોડના કૌભાંડ મુદ્દે કોંગ્રેસના સભ્યોએ આજે સવારે એએમસી બહાર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભ્રષ્ટાચારી સરકાર નહીં ચલેગી નહી ચલેગી... સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસ દ્વારા ભારે રોષ વ્યક્ત કરાયો હતો.

કોંગ્રેસ સભ્યોએ રાવ વ્યક્ત કરી હતી કે, ભાજપ શાસિત કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. કેગના અહેવાલમાં આ ખુલાસો થયો છે. 600 કરોડના કૌભાંડમાં ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાની માંગ કરી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર