અમદાવાદ : રાણીપમાં ગેસ લીકેજથી 5 સિલિન્ડર ફાટ્યા, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Feb 17, 2017 11:00 AM IST | Updated on: Feb 17, 2017 01:38 PM IST

અમદાવાદ #શહેરના રાણીપ વિસ્તારમાં આજે સવારે મોટી ર્દુઘટના સર્જાઇ હતી. જોકે સદનસીબે જાનહાનિ ટળી છે. કોમ્પલેક્ષની બાજુની ખુલ્લી જગ્યામાં કેટરર્સ દ્વારા મુકાયેલા ગેસ સિલિન્ડરમાં એકાએક આગ લાગતાં પાંચ સિલિન્ડર ફાટ્યા હતા. ધમાડા સાથે બ્લાસ્ટ થતાં આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા.

શહેરના રાણીપ વિસ્તારમાં જીએસટી ફાટક નજીક આવેલા ધરતી કોમ્પલેક્ષની બાજુની ખુલ્લી જગ્યામાં કેટરર્સ દ્વારા ગેસના 20 સિલિન્ડર રખાયા હતા. જેમાં આજે સવારે ગેસ લીકેજને લીધે આગ ભડકી હતી.

10 કોમર્શિયલ અને 10 ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરો પૈકી પાંચ સિલિન્ડર આગને લીધે ફાટ્યા હતા. ધડાકાભેર થયેલ આ ર્દુઘટનાને પગલે કોમ્પલેક્ષના રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી. અફરાતફરીને પગલે લોકોના જીવ પડીકે બંધાયા હતા. જોકે ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર