આપના પ્રભારી સામે બે કાર્યકરોએ લગાવ્યો ટિકિટ વેચવાનો આરોપ, આપે કહ્યું ભાજપના પેટમાં તેલ રેડાયું

Mar 27, 2017 09:00 AM IST | Updated on: Mar 27, 2017 12:17 PM IST

ગાંધીનગર #ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રવિવારે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે આપના સંમેલનમાં ટિકિટ વહેંચણીને લઇને બખાડો થયો હતો. પક્ષના જે કાર્યકરોએ પાર્ટીના પ્રભારી પર ટિકિટ વહેંચણીનો આરોપ લગાવતાં હંગામો થયો હતો. જોકે પાર્ટીએ કહ્યું કે, આપની સફળતાને લીધે ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને આવા દાવ કરે છે.અહીં નોંધનિય છે કે આ સભામાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ એમનો કાર્યક્રમ રદ કરાયો હતો.

ગુજરાતમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે આપ રાજ્યમાં સજ્જ બની રહ્યું છે. જે સંદર્ભે રવિવારે પાટનગર ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આઝાદી સભા યોજવામાં આવી હતી. જેમાં પાર્ટીના કાર્યકરો અને આમ જનતા ઉપસ્થિત રહી હતી. પરંતુ સભા દરમિયાન જૂનાગઢ જિલ્લાના બે કાર્યકરોએ પાર્ટીના પૂર્વ પ્રભારી ગુલાબસિંહ યાદવ સામે ટિકિટ વેચવાનો આરોપ લગાવતાં હંગામો થયો હતો. જોકે બંને કાર્યકરોને સમયસૂચકતા વાપરી સભા સ્થળની બહાર લઇ જવાયા હતા.

આપના પ્રભારી સામે બે કાર્યકરોએ લગાવ્યો ટિકિટ વેચવાનો આરોપ, આપે કહ્યું ભાજપના પેટમાં તેલ રેડાયું

આ સમગ્ર ઘટના સંદર્ભે પાર્ટીના વર્તમાન પ્રભારી ગોપાલ રાયે કહ્યું કે આપને જે રીતે જન સમર્થન મળી રહ્યું છે એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે, વધુમાં તેમણે કહ્યું કે જો ભાજપમાં તાકાત હોય તો તે રાજ્યમાં ચૂંટણી સમયસર કરાવે. વધુમાં તેમણે રાજ્યના ખેડૂતોના અધિકાર માટે 1લી મેથી સાણંદ ખાતેથી ખેડૂત સત્યાગ્રહ આંદોલન શરૂ કરવાનો પણ પડકાર ફેંક્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર