કોંગ્રેસ નેતા સિધ્ધાર્થ પટેલનો હૂંકાર, પોલીસ દમનથી પ્રજાનો આક્રોશ નહીં રોકાય

Feb 20, 2017 04:35 PM IST | Updated on: Feb 20, 2017 05:22 PM IST

ગાંધીનગર #નલિયાકાંડમાં ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે હોવાનો આક્રોશ તથા હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગ સાથે કોંગ્રેસ કાર્યકરો વિધાનસભાને ઘેરાવ કરવા આગળ વધી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા બળ પ્રયોગ કરાયો હતો. આ સમયે પોલીસ કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસ નેતા સિધ્ધાર્થ પટેલે હૂંકાર કર્યો હતો કે, પોલીસ દમનથી પ્રજાનો આક્રોષ દબાશે નહીં.

કોંગ્રેસ કાર્યકરો પર પોલીસ દ્વારા કરાયેલા બળ પ્રયોગ મામલે  ભાજપ સરકાર સામે તીખા પ્રહારો કરતાં કોંગ્રેસ નેતા સિધ્ધાર્થ પટેલે કહ્યું હતું કે, ભાજપ તાકાત ન લગાડે તો જ નવાઇ, લોકશાહીના તમામ નિયમોને કોરાણે મુકીને ભાજપ જે રીતે શાસન કરી રહ્યું છે એ જોતાં બીજી કોઇ અપેક્ષા રાખી શકાય એમ નથી.

કોંગ્રેસ નેતા સિધ્ધાર્થ પટેલનો હૂંકાર, પોલીસ દમનથી પ્રજાનો આક્રોશ નહીં રોકાય

વધુમાં તેમણે કહ્યું કે, પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે દમન દ્વારા ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ લોકોનો જે આક્રોશ છે એ પોલીસ દમનથી અટકી જશે એ માનવાને કોઇ કારણ નથી. ગુજરાતની પ્રજા અને કોંગ્રેસ પક્ષ આ મામલે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ મામલાને ચલાવવામાં આવશે.

કોંગ્રેસની રણનીતિ અંગે કહેતાં એમણે કહ્યું કે, સરકાર ભીંસમાં આવી છે. કોંગ્રેસની એક ટીમ રોડ પર લડી રહી છે અને એક ટીમ મુખ્યમંત્રી સામે વિધાનસભામાં લડી રહી છે. કોંગ્રેસ એક ડગલું આગળ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર