વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, શું છે કાર્યક્રમ? જાણો

Mar 07, 2017 09:03 AM IST | Updated on: Mar 07, 2017 10:53 AM IST

ગાંધીનગર #વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ સુરત એરપોર્ટ ખાતે ખાસ વિમાન મારફતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓ ઓએનજીસીના ઓપેલ કોમ્પલેક્ષ ખાતે નવા પ્લાન્ટનું ઉદધાટન કરશે. ત્યાર બાદ તેઓ ભરૂચ ખાતે નવા કેબલ બ્રીજનું લોકાપર્ણ કરશે.

બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન રાત્રિ રોકાણ ગાંધીનગર ખાતે રાજભવન ખાતે કરશે. આજ રાતનું ભોજન તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસે લેશે. જ્યાં તેઓ રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સાથે ખાસ બેઠક પણ કરશે અને ગુજરાતની આગામી ચૂંટણીને લઇને ચર્ચા વિચારણા કરી શકે છે.

બીજા દિવસે વડાપ્રધાન ગાંધીનગર ખાતે મહિલા દિન નિમિત્તે મહિલા દિન કાર્યક્રમમાં હાજરી આપશે અને મહિલાઓને સંબોધન કરશે.

ભરૂચ નજીક હાઈવે પર નિર્માણ પામેલ દેશના સૌથી5 લાંબા કેબલ બ્રિજનો રાત્રીનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.સુશોભિત કેબલ સ્ટેઇડ બ્રિજ જોવા રાત્રે મોટી સંખ્યામાં લોકો પહોચે છે. ભરૂચની નર્મદા નદી પર રૂ. 379 કરોડના ખર્ચથી બનેલાં આ બ્રિજનું  મંગળવારે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.

1,344 મીટર લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજને હાલમાં એલઇડી લાઇટોની સાથે રાષ્ટ્રધ્વજના રંગની રોશની કરવામાં આવી છે. ભરૂચ નજીમ રાષ્ટ્રીય ધોરી માર્ગ નબર આઠ પર દેશનો સોથી લાંબો કેબલ બ્રીજ નિર્માણ પામ્યો છે જે તેની બેનમુન ઈજનેરી કારીગરીના કારણે વિખ્યાતી તો પામ્યો જ છે પરંતુ બ્રિજની લાઈટીંગના કારણે પણ તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

કેબલ બ્રીજ પર અત્યાધુનિક એલ.ઈ.ડી.લાઈટ લગાવવામાં આવી છે જેનાથી બ્રીજ ઝળહળી રહ્યો છે.ત્રિરંગા કલરની લાઈટીંગથી બ્રિજનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર