આઝાદી પહેલા રચાયેલો ક્રિકેટનો રેકોર્ડ, ગુજરાતે આજે તોડ્યો

Jan 14, 2017 04:19 PM IST | Updated on: Jan 14, 2017 04:19 PM IST

ઇન્દોર #રણજી ટ્રોફીની ફાઇનલમાં મુંબઇને પરાજય આપી ગુજરાતે આજે ઇતિહાસ રચ્યો છે. 312 રનના પડકારજનક લક્ષ્યાંકને માત્ર પાંચ વિકેટ ગુમાવી ગુજરાતે જાણે આસાનીથી પુરો કર્યો અને આઝાદી પહેલા રચાયેલા ક્રિકેટના રેકોર્ડને આજે મકરસંક્રાંતિએ તોડી એક નવો કિર્તિમાન સ્થાપ્યો છે.

વાંચો: મકરસંક્રાંતિએ પવન બદલાયો: ગુજરાતની રણજીમાં ઐતિહાસિક જીત

આઝાદી પહેલા રચાયેલો ક્રિકેટનો રેકોર્ડ, ગુજરાતે આજે તોડ્યો

રણજી ફાઇનલમાં સૌથી મોટો લક્ષ્ય સફળતાપૂર્વક પ્રાપ્ત કરવાનો ગુજરાતે આજે નવો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી આ રેકોર્ડ હૈદરાબાદના નામે હતો. હૈદરાબાદે 1937-38માં નવાનગર વિરૂધ્ધ 310 રનનો લક્ષ્યાંક પ્રાંત કર્યો હતો. ગુજરાત પહેલી વાર રણજીમાં ચેમ્પિયન બન્યું છે અને એ સાથે જ એણે પોતાને નામ એક રેકોર્ડ પણ કર્યો છે.

ગુજરાતની આ જીતમાં કેપ્ટન પાર્થિવ પટેલનો મહત્વનો ફાળો રહ્યો. પાર્થિવ પટેલે 196 બોલમાં 143 રનની મહત્વની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં પાર્થિવ પટેલે 24 ચોગ્ગા ફટકાર્યા હતા.

મનપ્રિત જુનેજાએ 54 રન બનાવ્યા અને કેપ્ટનને સાથ આપ્યો હતો. સુમિત ગોહિલે 21, પ્રિયાંક પંચાલે 34 અને ભાર્ગવ મરેઇએ 2 રન બનાવ્યા હતા.

આ પહેલા અભિષેક નાયર 91, શ્રેયસ અય્યર 82 અને કેપ્ટન આદિત્ય તારે 69નું મહત્વનું યોગદાન હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર