રણજીમાં ગુજરાતનો ડંકો, પાર્થિવ પટેલ, પ્રિયાંક છે જીતના મહારથી

Jan 14, 2017 04:39 PM IST | Updated on: Jan 14, 2017 04:44 PM IST

ઇન્દોર #ગુજરાતે આજે ઇતિહાસ રચ્યો છે. 41 વખતના ચેમ્પિયન મુંબઇને ઇન્દોરની ધરતી પર પાંચ વિકેટે કારમો પરાજય આપી પ્રથમ વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બની નવો કિર્તિમાન રચ્યો છે. પાર્થિવ પટેલની સેનાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી આજે ગુજરાતનું પાણી બતાવ્યું છે. પાર્થિવ પટેલની કેપ્ટન ઇનિંગ સાથે પ્રિયાંક પંચાલને આ વર્ષમાં સૌથી વધુ રન ફટકાર્યા છે.

રણજીમાં ગુજરાતનો ડંકો, પાર્થિવ પટેલ, પ્રિયાંક છે જીતના મહારથી

રણજી ટ્રોફીમાં ગુજરાતનું ખાસ ખાસ...

#ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, મુંબઈને 42મી વખત ચેમ્પિયન બનતા રોક્યું

#રણજી ટ્રોફીના ઈતિહાસમાં ગુજરાતનો ટાઈટલ પર પ્રથમવાર કબજો

#પાર્થિવ પટેલની સેનાએ રચ્યો ઈતિહાસ

#ફાઈનલમાં 312 રનના જંગી લક્ષ્યાંકને પાર પાડી મુંબઈને આપ્યો પરાજય

#ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું

#મુંબઈને 42મી વખત ચેમ્પિયન બનતા રોક્યું

#1951માં ગુજરાતનો ફાઈનલમાં હોલ્કર સામે થયો હતો પરાજય

#ચિંતન ગજાએ મેચમાં કુલ 8 વિકેટ ઝડપી

#પાર્થિવ પટેલની શાનદાર કેપ્ટન ઈનિંગ

#પાર્થિવે પ્રથમ દાવમાં 90, બીજા દાવમાં 143 રન ફટકાર્યા

#રણજી ટ્રોફીની સિઝન 2016/17માં પ્રિયાંક પંચાલે સૌથી વધુ રન ફટકાર્યા

#પ્રિયાંક પંચાલે સૌથી વધુ 1310 રન ફટકાર્યા

#પ્રિયાંકે આ સિઝનમાં એક ત્રેવડી સદી સાથે પાંચ સદી ફટકારી

#મુંબઈ પ્રથમ દાવ 228 અને બીજો દાવ 411

#ગુજરાત પ્રથમ દાવ 328 અને બીજો દાવ 313/5

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર