ત્રણેક દિવસ હજુ તેજ પવન ફૂંકાશે, શું છે હવામાનની આગાહી? જાણો

Jan 20, 2017 03:59 PM IST | Updated on: Jan 20, 2017 03:59 PM IST

અમદાવાદ #ઉત્તર તરફના ઠંડા પવનોને લીધે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે દિવસભર ઠંડા પવનનો ફૂંકાઇ રહ્યા છે. આ સંજોગોમાં હજુ ત્રણેક દિવસ તેજ પવન ફૂંકાવાની આગાહી છે.

ત્રણેક દિવસ હજુ તેજ પવન ફૂંકાશે, શું છે હવામાનની આગાહી? જાણો

ઉત્તરના ફૂંકાઇ રહેલા પવનોને લીધે રાજ્યભરમાં કાતિલ ઠંડી અનુભવાઇ રહી છે. રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે તીવ્ર પવન ફૂંકાઇ રહ્યો છે. જેને પગલે પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.

હાડ થીજાવતી ઠંડી અને ભારે પવનને લીધે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ઠંડીના માહોલમાં ભેજનું પ્રમાણ પણ વધતાં વાદળછાયો માહોલ ગાઢ બન્યો છે. આ સંજોગોમાં આગામી ત્રણેક દિવસ વાદળ છાયો માહોલ રહેવાની તથા તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર