ગુજરાત યુનિવર્સિટીના સેનેટની ચૂંટણી રદ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો

Mar 09, 2017 07:12 PM IST | Updated on: Mar 09, 2017 07:12 PM IST

અમદાવાદઃગુજરાત યુનિવર્સિટીએ સેનેટ અને વેલફેરની ચૂંટણી રદ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો છે.સુનાવણી બાદ હાઈકોર્ટે ગુજરાત યુનિવર્સિટીને સોગંદનામુ કરીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

આ કેસની વધુ સુનાવણી આવતીકાલે હાઈકોર્ટમાં હાથ ધરાશે.સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગુજરાત યુનિવર્સિટીને નિર્દેશ આપ્યો છે કે યુનિવર્સટીનુ શૈક્ષણિક વર્ષ ક્યાં મહિનામાં પૂર્ણ થાય છે તેની માહિતી આપવામાં આવે.આ ઉપરાંત હાઈકોર્ટે ગુજરાત યુનિવર્સિટીને સવાલ કર્યો છે કે ગુજરાત યુનિવર્સિર્ટી દ્વારા દર વખતે શૈક્ષણિક વર્ષના અંતના ભાગે એટલે કે ફેબ્રુઆરી અને માર્ચમાં જ શા માટે ચૂંટણી કરવામાં આવે છે.મહત્વનુ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં એપ્રિલ માસમાં સેનેટની ટર્મ પૂર્ણ થાય છે.

ગુજરાત યુનિવર્સિટીના સેનેટની ચૂંટણી રદ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર