ગુજરાત યુનિ. ખાતે વિદ્યાર્થી નેતાઓએ સેનેટની ચૂંટણીના મુદ્દે કર્યો હોબાળો

Mar 07, 2017 08:53 PM IST | Updated on: Mar 07, 2017 08:53 PM IST

અમદાવાદઃગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી રદ કરવાના પરિપત્ર બાબતે NSUI તેમજ એબીવીપી દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે હોબાળો મચાવામાં આવ્યો હતો સાથે જ કુલપતિની ચેમ્બર માં હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો.તેમજ હોબાળ દરમ્યાન ટેબલ પણ તોડવામાં આવ્યું હતું .

ગુજરાત યુનિ. ખાતે વિદ્યાર્થી નેતાઓએ સેનેટની ચૂંટણીના મુદ્દે કર્યો હોબાળો

તેમજ ABVP દ્વારા NSUI પર આક્ષેપ લગાવાયો છે કે  NSUI પાસે સભ્યો પૂરતા નથી માટે તેઓ આ ચૂંટણી માટે તૈયાર નથી.  તેને પણ NSUI પાસે એ ફગાવી કાઢયા હતા. સાથે જ NSUI ના સભ્યો દ્વારા જાણવામાં આવ્યું હતું કે ૮ મી માર્ચ સુધી જો કુલપતિ દ્વારા યોગ્ય પગલાં નહિ લેવાય તો ગુરુવારે NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

માર્ચ મહિનામા ગુજરાત યુનિવિસીટીના સેનેટ અને વેલ્ફેરની ચુંટણી યોજાવાની હતી.જોકે અચાનક કુલપતિએ કેટલાક કારણો રજુ કરી આ ચૂંટણી મુલત્વી રાખવાનો પરિપત્ર કરતા વિધાર્થી સંગઠનો વિરોધ કર્યો હતો.એબીવીપી અને એનએસયુઆઇ એ કુલપતિને આવેદવપત્ર આપી ચુટણી યોજવા માંગ કરી હતી.એનએસયુઆઇએ તો એવો આક્ષેપ કર્યો છે કે એબીવીપી ચુટણીઓ હારી રહી છે.તેઓની પાસે યોગ્ય ઉમેદવારો ન હોવાથી સરકારી દબાણ હેઠળ આ ચુટણી મુલત્વી રાખવામા આવી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર