નાયડુ ટ્રોફીઃકેરાલાને હરાવી ગુજરાત પહોચ્યુ સેમી ફાઇનલમાં

Feb 14, 2017 01:29 PM IST | Updated on: Feb 14, 2017 01:29 PM IST

વાપીઃરણજી ટ્રોફીમા ડંકો વગાડ્યા બાદ હવે ગુજરાતે સી કે નાયડુ ટ્રોફી મા પણ ઉજ્જવળ દેખાવ કર્યો છે.વલસાડ ના બી ડી સી એ ક્રિકેટ સ્ટેડિયમમા  રમાઈ રહેલ સી.કે.નાયડુ ટ્રોફીમા ગુજરાતનો ભવ્ય વિજય થયો છે.આ સ્ટેડિયમ બી સી સી આઇ દ્વારા રમાતી  અન્ડર ટ્વેન્ટી થ્રી  સી કે નાયડુ ટ્રોફી રમાઈ રહી હતી.

naydo tropi1

નાયડુ ટ્રોફીઃકેરાલાને હરાવી ગુજરાત પહોચ્યુ સેમી ફાઇનલમાં

જેમા  કેરાલા અને ગુજરાત વચે રસાકસીભરી મેચ  રમાઈ રહી હતી.મેચ ના અંતિમ દિવસેગુજરાત એ કેરલાને 4  વિકેટે પછાડીને ભવ્ય વિજય મેળવ્યો છે.

ગુજરાતની આ જીત મા મેચમા ગુજરાતની ટીમમા પ્રથમ વખત રમી રહેલ વલસાડના જ અભિનવ ટંડેલએ 7 વિકેટો ઝડપી તરખાટ મચાવ્યો હતો.આમ કેરાલાને હરાવી હવે ગુજરાતની ટીમ  સી.કે.નાયડુ ટ્રોફીની સેમી ફાઇનલમા પ્રવેશી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર