સુમનદીપ વિદ્યાપીઠ મામલો વિધાનસભામાં ગાજ્યો: ચમરબંધીઓને પણ નહીં છોડાય, સખત સજા કરાશે

Mar 10, 2017 12:03 PM IST | Updated on: Mar 10, 2017 12:03 PM IST

ગાંધીનગર #બહુચર્ચિત સુમનદીપ વિદ્યાપીઠ મામલો આજે વિધાનસભા ગૃહમાં ગૂંજ્યો છે. લાંચ કેસથી બહાર આવેલા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થઇ રહી હોવાનો ઉલ્લેખ કરતાં આરોગ્ય મંત્રીએ આ મામલે કોઇને પણ છોડવામાં નહીં આવે અને સખતમાં સખત સજા કરવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

વાઘોડિયા નજીક આવેલી સુમનદીપ વિદ્યાપીઠમાં મેડિકલ કોલેજમાં પ્રવેશથી લઇને પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. લાંચ કેસમાં સંચાલક સહિતની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ મામલે આજે વિધાનસભા ગૃહમાં પણ ચમક્યો હતો.

સુમનદીપ વિદ્યાપીઠ મામલો વિધાનસભામાં ગાજ્યો: ચમરબંધીઓને પણ નહીં છોડાય, સખત સજા કરાશે

આ મામલે આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ યૂપીએ સરકાર સામે નિશાન સાધતાં કહ્યું કે, આ વિદ્યાપીઠને વર્ષ 2007માં માન્યતા આપવામાં આવી હતી. 2007માં કેન્દ્ર દ્વારા વિશેષ માન્યતા આપવામાં આવી હતી. યુનિવર્સિટીએ કાયદાનો સહારો લઇને લોકોને લૂંટ્યા છે. આ મામલે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. જે લોકોએ ખોટું કર્યું છે એમને છોડવામાં નહીં આવે,સખતમાં સખત સજા કરવામાં આવશે.

સુચવેલા સમાચાર