ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં સત્તાનો વિવાદ વકર્યો

Jan 18, 2017 02:50 PM IST | Updated on: Jan 18, 2017 02:52 PM IST

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં સત્તાનો વિવાદ વકર્યો છે અને તેના કારણે જ કર્મચારી મહામંડળની ઓફિસને પોલીસે સીલ કરવી પડી છે. કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ સત્તા ટકાવી રાખવા માટે કરેલી પ્રયત્નોનો વિરોધી જૂથમાંથી પડધો પડ્યો છે. હાલના હોદ્દેદારો અને વિરોધી જૂથ સત્તા મેળવવા માટે આમને સામને આવી ગયા છે અને તેના કારણે મહામંડળની ઓફિસે હોદ્દેદારોના નામ બદલી નાખવામાં આવ્યા છે અને ઓફિસે તાળું મારી દેતા સમગ્ર મામલો ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

કર્મચારી મહામંડળે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસ ઓફીસને હાલ સીલ કરી છે. આ ઉપરાંત મામલો ન ઉકેલાય ત્યાં સુધી બેંક ખાતને પણ સીલ કરાયા છે જેની જાણ સામાન્ય વહીવટ વિભાગને પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સરકારના 4.5 લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન છે ત્યારે સંગઠનમાં સત્તાની સાઠમારી વકરી છે જેમાં બંને પક્ષોએ એકબીજા પર આરોપપ્રતિઆરોપ લગાવ્યા છે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં સત્તાનો વિવાદ વકર્યો

ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર