ગુજરાત રમખાણની તપાસ કરતી SITના બે સદસ્યોને તપાસમાંથી મુક્ત કરાયા

Apr 15, 2017 12:48 PM IST | Updated on: Apr 15, 2017 12:48 PM IST

સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોની તપાસ કરી રહેલી SIT  ના બે સદસ્યોને તપાસમાંથી મુક્ત કર્યા છે.૨૦૦૨ ગુજરાત રમખાણોની તપાસ કરી રહેલી એસઆયટીના બે અધિકારીઓએ પોતે જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી પોતાને કેસની તપાસમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકિલ હરીશ સાલ્વેએ એસઆયટીના ચેયરમેન આર.કે.રાઘવન અને એસઆયટીના સદસ્ય કે.વેંકટેશન ની તરફથી દાખલ કરાયેલી અરજીની સુનાવણીમાં કહ્યું કે વેંકટેશન ને નાગપુરના પોલીસ કમિશ્નર બનાવાયા હોવાથી અને રાધવનની તબિયત ખરાબ હોવાના કારણે તેમને તપાસની બહાર થવાની અનુમતી અપાય.

ગુજરાત રમખાણની તપાસ કરતી SITના બે સદસ્યોને તપાસમાંથી મુક્ત કરાયા

ચીફ જસ્ટિસે બન્ને અધિકારીની અરજી સ્વીકારી તેમને એસઆયટીથી મુક્ત કરવાના આદેશ આપતા અન્ય અધિકારી ને તપાસની જવાબદારી સોંપી છે. એસઆયટીના અધિકારી એ.કે. મલ્હોત્રા ને તપાસ આગળ વધારવાના આદેશ આપતા કોર્ટે કહ્યું કે જુલાઈના અંતમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

ગુજરાત રમખાણોનો મામલો,સુપ્રીમ કોર્ટે આપી રાહત

SIT ચીફ આર.કે. રાઘવન, કે. વેંકટેશનને કર્યા તપાસમાંથી મુક્ત

આર.કે.રાઘવનને હેલ્થ ગ્રાઉન્ડમાં કેસની તપાસમાંથી મુક્ત કર્યા

નવા SIT ચીફ કેસની તપાસ આગળ વધારશે

તપાસ માટે રચાયેલી SITના 2 અધિકારીઓની માગ હતી

પોતાને તપાસમાંથી દૂર કરવાની કરી હતી માગ

ચીફ જસ્ટિસે બંનેની માગ સ્વીકારી SITમાંથી છૂટા કરવાનો નિર્દેશ કર્યો

સુપ્રીમે SIT અધિકારી એ.કે.મલ્હોત્રાને તપાસ આગળ વધારવા જણાવ્યું

કેસની આગામી સુનાવણી જુલાઈના અંતિમ સપ્તાહમાં થશે

 

સુચવેલા સમાચાર