જામખંભાળિયાનો સપૂત સરહદે શહીદ, ગાર્ડ ઓફ ઓનર સાથે ગૂંજ્યા ભારત માતાકી જયના નારા

Jan 06, 2017 02:21 PM IST | Updated on: Jan 06, 2017 02:21 PM IST

જામખંભાળિયા #જમ્મુ કાશ્મીરની સરહદે ફરજ બજાવતાં જામખંભાળિયાનો એક સપૂત શહીદ થયો છે. શહીદના પાર્થિવ દેહને વતન લવાતાં આજે સવારે ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનભેર છેલ્લી વિદાય અપાઇ હતી. અંતિમયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

જમ્મુ કાશ્મીરના નગરોટા નજીક સરહદ પર ફરજ બજાવતા જામખંભાળિયાના હાપીવાડીના જવાન દિલીપ નકુમ શહીદ થયા છે. શહીદને સન્માન સાથે જામખંભાળિયા નજીક આવેલા હર્ષદપુરની હાપીવાડી વિસ્તારમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. 36 વર્ષિય દિલીપ પ્રેમજીભાઇ નકુમ બે દિવસ પૂર્વે જમ્મુ કાશ્મીરના નગરોટા સરહદે ફરજ દરમિયાન શહીદ થયા હતા.

જામખંભાળિયાનો સપૂત સરહદે શહીદ, ગાર્ડ ઓફ ઓનર સાથે ગૂંજ્યા ભારત માતાકી જયના નારા

શહીદના પાર્થિવ દેહને વતન લવાતાં આજે અંતિમ વિધિ કરાઇ હતી. શહીદ અમર રહો અને ભારત માતાકી જયના નારા સાથે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં લોકોમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય મેરામણ ગોરીયા, કલેકટર એચ કે પટેલ, એસપી સહિત ઉપસ્થિત રહ્યા હતા. ભારે હૈયે શહીદ દિલીપના પાર્થિવ દેહને પુત્ર અને નાનાભાઇએ મુખાગ્ની આપી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર