જામનગર,વલસાડમાં 5 ઇંચ વરસાદ,નદીઓમાં ઘોડાપુર

Jun 10, 2017 11:01 AM IST | Updated on: Jun 10, 2017 11:02 AM IST

જામનગર,વલસાડમાં 5 ઇંચ વરસાદ,નદીઓમાં ઘોડાપુર

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. તો વાવણી લાયક વરસાદ પણ અનેક જિલ્લામાં થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ત્યાર જામનગરઃ લોઠિયા અને ચંદ્રગઢ ગામે ગઇકાલે 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કાલમેઘડા, મોળીદળ, માછરડામાં ચાર-ચાર ઇંચ વરસાદ,જામજોધપુરમાં 17 મીમી વરસાદ વરસ્યો છે. મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે.

કડી ખાતે મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

varsad aagahi

સૌથી વધારે વરસાદ વલસાડ શહેર માં ખાબક્યો છે.24  કલાક માં 5 ઇંચ વરસાદ નોંધાતા શહેર ના નીચાણ  વાળા વિસ્તાર માં પાણી ભરાયા હતા. છીપવાડ। નાની તાઇવાડ,મોગરાવાડી ગરનાળા ,ધોબી તળાવ વિસ્તાર માં પાણી ભરાયા હતા.

varsad3

જૂનાગઢ જિલ્લામાં વરસાદની પધરામણી થઇ છે.જૂનાગઢ શહેરમાં ગાજવિજ સાથે અડધો ઈંચ વરસાદ,ભેસાણમાં 1 ઈંચ, માણાવદર, બાટવા, વંથલીમાં વરસાદ પડ્યો છે. ભેસાણની સોનરખ નદીમાં પૂર આવ્યું છે.

યાત્રાધામ અંબાજી પંથક માં છેલ્લા ત્રણ દિવસ થી ગરમી નાં ભારે ઉકળાટ અને વાદળછાયુ વાતાવરણ રહેવાં છતાં વરસાદ પડતો ન હતો. ત્યારે આજે અસહ્ય ગરમી બાદ રાત્રી દરમીયાન હળવાં થી ભારે વરસાદી જાંપટા ની શરૂઆત થવાં પામી છે.

varsads

સુરત માં મોડી રાત્રે શરુ થયેલ વરસાદ ને લઈને સુરત ના અનેક વિસ્તાર રોમા પાણી ભરાયા છે જેમાં શહેર ના પોઝ ગણાતા પાર્લેપોઇટ પીપલોદ જેવા વિસ્તાર માં પાણી ભરાતા લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહીયો હતો

વલસાડમાં સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ 

વલસાડ, વાપી અને ધરમપુરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

શહેરના છીપવાડ, નાના તાઇવાડ, મોગરાવાડી ગરનાળા

ધોબીતળાવ વિસ્તારમાં પાણી ભરાયા

પહેલા વરસાદમાં જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી

જિલ્લામાં વિધિવત ચોમાસુ બેઠુ હોય તેવો માહોલ

છેલ્લા  24 કલાક માં નોંધાયેલ વરસાદ ના આંકડા જોઈએ તો 

વલસાડ તાલુકા -124 મિમિ

વાપી-39 મિમિ 

ધરમપુર -104 મિમિ 

કપરાડા-40 મિમિ 

પારડી-60 મિમિ 

સુરતમાં મોડી રાતથી વરસાદ શરૂ

શહેરના અનેક ભાગોમાં હાલમાં પણ વરસાદ

ભારે પવન સાથે વરસાદ શરૂ થયો

સુરતમાં મોડી રાત્રે વરસાદની એન્ટ્રી

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

અઠવા લાઈન, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પાણી ભરાયા

  અરવલ્લી જિલ્લામાં વરસાદ

મોડાસા, માલપુર, ધનસુરા અને મેઘરજમાં વરસાદ

મોડી રાત્રે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ

ગાજવીજ સાથે વરસાદથી વીજળી ગુલ

નદીના ઘોડાપુરમાં ખેડૂત તણાયો,મોત

 અમરેલીના સાવરકુંડલાના ગાધકડા ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુરમાં બળદ ગાડા સાથે ખેડૂત તણાયો છે. ખેડૂત નારણભાઇ ભુરાભાઈ ડાવરાનું મોત નીપજ્યુ છે.વાવણી કરીને પરત ફરી રહેલા ખેડૂત કોઝવે પરથી પસાર થતા પૂરમાં તણાયા હતા.ગાધકડાથી 3 કિમી દૂરથી ખેડૂતની લાશ મળી છે.

ગઈ કાલે સાંજે 6 થી સવારે 8 કલાક સુધી વર્ષે લો વરસાદી આંકડા

બારડોલી - 10 મી મી

મહુવા - 04 મિમિ

માંડવી -03 મિમિ

માંગરોળ -62  મિમિ

કામરેજ -05 મિમિ

પલસાણા -06 મિમિ

ઓલપાડ -05 મિમિ

ચોર્યાસી -11 મિમિ

સુરત  સીટી -05 મિમિ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર