ગુજરાતમાં વધુ ત્રણ પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થશે, ક્યા થશે જાણો

Feb 18, 2017 02:09 PM IST | Updated on: Feb 18, 2017 02:09 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં વધુ પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય વિદેશ મંત્રાલયે લીધો છે.આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં વધુ ત્રણ પાસપોર્ટ સેવા કેન્દ્ર પોસ્ટ ઓફિસમાં શરૂ કરવામાં આવશે.કેન્દ્ર સરકારે પાયલોટ પ્રોજેકટ તરીકે દાહોદની પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કર્યા બાદ પાલનપુર, ભુજ અને દીવ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવનાર છે.અરજદાર કોઈપણ સેવા કેન્દ્રમાં અરજી કરી શકશે.

pasport1

ગુજરાતમાં વધુ ત્રણ પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થશે, ક્યા થશે જાણો

વડોદરા, રાજકોટ, દાહોદના એક-એક અને અમદાવાદના બે એમ પાંચ પાસપોર્ટ સેવા કેન્દ્રો ખાતે હાલ પાસપોર્ટની અરજીઓ સ્વીકારવામાં આવે છે.પાસપોર્ટ અરજી માટે લોકોને લાંબા અંતર સુધીના જવું પડે તે હેતુથી પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે.મહત્વની વાત એ છે કે, અમદાવાદ આરપીઓ ક્ષેત્રમાં રહેતો અરજદાર તે ક્ષેત્રના કોઈપણ સેવા કેન્દ્રમાં પોતાની અરજી જમા કરાવી શકશે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર