ગિફ્ટ સિટી: આવનારા દિવસોમાં અહીં આખું શહેર બનશે: CM વિજય રૂપાણી

Jan 31, 2017 04:13 PM IST | Updated on: Jan 31, 2017 04:13 PM IST

અમદાવાદ #ગિફ્ટ સિટી ખાતે એમસીએક્સ ઓફિસનું ઉદઘાટન કરતાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગિફ્ટ સિટીને સ્માર્ટ સિટી તરીકે સરખાવી હતી. એમણે કહ્યું કે, આવનારા દિવસોમાં અહીં આખું શહેર બની જશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે, ગિફ્ટ સિટીમાં એમસીએક્સની નવી ઓફિસથી ગિફ્ટ સિટીને નવી ઉંચાઇ મળશે. આવનારા દિવસોમાં અહીંની સકલ બદલાઇ જશે. ગિફ્ટ સિટી સ્માર્ટ સિટી બની જશે અને અહીં આવનારા દિવસોમાં આખું શહેર આકાર પામશે.

ગિફ્ટ સિટી: આવનારા દિવસોમાં અહીં આખું શહેર બનશે: CM વિજય રૂપાણી

ગીફ્ટ સિટીમાં થનારી સુવિધાઓ અંગે એમણે કહ્યું કે, ગિફ્ટ સિટીમાં અનેક સુવિધાઓ ઉભી કરાશે. અહીં મેટ્રો રેલને પણ ગીફ્ટ સિટી સાથે જોડી દેવાશે. આવનારા દિવસોમાં ગીફ્ટ સિટી આર્થિક બાબતોનું એક નવું કેન્દ્ર બનશે. જ્યાં બીપીઓ, કેપીઓ, ટેલિકોમ સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાશે.

ગિફ્ટ સિટીમાં વિવિધ એકમોના આવવાથી અહીં 10 લાખથી વધુ યુવાનોને રોજગારીની તક મળી રહેશે એવો એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર