યોગ દિવસે આતંકીઓના નિશાને ગુજરાત,મહિલા કરી શકે છે આત્મઘાતી હુમલો

Jun 20, 2017 11:12 AM IST | Updated on: Jun 20, 2017 02:02 PM IST

આવતી કાલે 21મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ સહિત સમગ્ર દેશમાં અનેક જગ્યાએ યોગ કરવા લાખો લોકો હાજર રહેશે.પરંતુ આ યોગ દિવસને લોહીયાળ દિવસ  બનાવવા માટે આતંકીઓએ તૈયારી કરી હોવાનું ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે. યોગ દિવસે આતંકીઓના નિશાન પર યુપીના મોટા શહેરો અને ગુજરાત પણ સામેલ છે. તેઓ યોગ દિવસે મોટા હુમલાને અંજામ આપવાની તૈયારી કરી ચુક્યા હોવાથી સ્થાનિક પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.

યુપીના મોટા શહેરોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આતંકી હુમલાનું એલર્ટ છે. આતંકવાદીઓ આત્મ ઘાતી હુમલો કરી શકે છે.આતંકી હુમલાની આશંકાને લઇ સમગ્ર દેશમાં એલર્ટ અપાયું છે. દિલ્હી, યુપી, ગુજરાત અને હરિયાણામાં એલર્ટ અપાયું છે.આવતી કાલે યોગ દિવસમાં હુમલો કરવા આતંકીઓએ તૈયારી કરી હોવાનું સુત્રોનું કહેવું છે. આતંકવાદીઓમાં મહિલા અને પુરુષ સામેલ છે. મહિલાઓ પર કોઇને વધારે શંકા ન જતા તેનો ફાયદો ઉઠાવી હુમલાને અંજામ આપી શકે છે. એલર્ટ બાદ અમદાવાદ તેમજ યુપીના લખનઉમાં સુરક્ષા વધારવામાં આવી છે.

સુચવેલા સમાચાર