દારૂબંધી નીતિનો રાજ્યમાં યોગ્ય રીતે અમલ થતો નથીઃનશાબંધીના કાયદા અંગે HCની ટકોર

Apr 11, 2017 05:33 PM IST | Updated on: Apr 11, 2017 06:35 PM IST

અમદાવાદઃનશાબંધીના કાયદા અંગે HCએ ટકોર કરતા કહ્યુ છે કે,દારૂબંધી નીતિનો રાજ્યમાં યોગ્ય રીતે અમલ થતો નથી.યોગ્ય રીતે અમલ ન થતો હોવાથી રાજ્યમાં દારૂ સરળતાથી મળે છે.અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ સરળતાથી લાવી શકાય છે.daru bandi02

દમણના દારૂના વેપારી સામે ગુજરાતમાં પ્રોહિબિશનને મામલે હાઇકોર્ટે વેપારીઓની ફરિયાદ રદ કરવાની અરજી ફગાવી છે.

દારૂબંધી નીતિનો રાજ્યમાં યોગ્ય રીતે અમલ થતો નથીઃનશાબંધીના કાયદા અંગે HCની ટકોર

સતત વધતા કેસ અને કોર્ટમાં વિલંબીત કેસ અંગે પણ આકરી ટીકા કરી છે.

જસ્ટીસ પારડીવાલાએ પોતાના ચુકાદામાં ટકોર કરતા કહ્યુ કે ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર નામ પુરતો છે.

daru bandi03

દારૂબંધીના મુદ્દા પર હાઈકોર્ટે ટકોર કરી છે કે, રાજ્યમાં દારૂબંધીની નીતિનો યોગ્ય રીતે અમલ થતો નથી.જેના લીધે, ગુજરાતના ચેક પોઈંટ પરથી અન્ય રાજ્યોમાંથી દારૂ સરળતાથી લાવી શકાય છે.હાઈકોર્ટે એ પણ ટકોર કરી છે કે, દમણને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી હટાવીને ગુજરાતમાં ભેળવી દેવુ જોઈએ.જેથી ત્યાં પ્રોહિબિશન એક્ટનો યોગ્ય રીતે અમલ થઈ શકે.દમણના વેપારીઓને દારૂ વેચવાની મંજૂરી મળેલી છે.જો કે તેઓ ગુજરાતમાં દારૂ વેચીને ગુન્હો કરી રહ્યા છે..જેથી તેમની સામે કેસ બને છે.

દમણના દારૂના હોલસેલ વેપારીઓએ તેમની સામે ગુજરાતમાં નોંધાયેલી પ્રોહિબિશન કેસની ફરિયાદ રદ કરવાની અરજી કરી હતી.જે અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે દમણમાં દારૂબંધી અમલી નથી અને તેમને દારૂ વેચવાની મંજૂરી મળેલી છે.તેમની પાસેથી કોઈ દારૂ લઈ જાય અને ગુજરાતમાં વેચે એટલે તેમની સામે કેસ થઈ શકે નહીં.બીજી તરફ હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે, દમણના વેપારીઓએ મોટા જથ્થામાં ગુજરાતમાં દારૂનુ વેચાણ કર્યુ છે.

 

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર