1971ના યુદ્ધ બાદ ભારત આવેલા પાકિસ્તાની નાગરિકની હાઈકોર્ટમાં પેન્સન માટે રીટ

Feb 05, 2017 08:40 AM IST | Updated on: Feb 05, 2017 08:40 AM IST

અમદાવાદઃ વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ બાદ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ભારત આવેલા નાગરિકે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી કરી છેહાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે પાકિસ્તાનના નાગરિકની તરફેણમાં થયેલા આદેશના અમલ અંગે રાજ્યના ગૃહવિભાગ પાસેથી સૂચના મેળવો.આ અરજી પર વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

1971ના યુદ્ધ બાદ ભારત આવેલા પાકિસ્તાની નાગરિકની હાઈકોર્ટમાં પેન્સન માટે રીટ

rit pakistani

સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે ડિસેમ્બર-2015માં ખંડપીઠે પાકિસ્તાનના નાગરિક દિવંગત રાણોમલ આદેપાલની તરફેણમાં ચુકાદો આપ્યો હતો કે રાણોમલને નિવૃત્તિ બાદ મળવાપાત્ર પેન્શન આપવુ અને તેમની પાકિસ્તાન અને ભારતમાં કરેલી નોકરીના વર્ષોને સાથે ગણવામાં આવે.જો કે આ આદેશનો અમલ થયો નથી.

મહત્વનુ છે કે વર્ષ 1971ના યુદ્ધ બાદ પાકિસ્તાનમાં નોકરી કરતા રાણોમલ પરિવાર સાથે ભારત આવ્યા હતા.રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો કે પાકિસ્તાનમાં સરકારી નોકરી કરનાર નાગરિક ગુજરાત આવ્યા હોય તો તે નાગરિકને ગુજરાતમાં નોકરી મળશે.જે અંતર્ગત, વર્ષ 1988માં રાણોમલને ગૃહવિભાગમાં કચ્છમાં ક્લાર્કની નોકરી મળેલી અને તેમણે વર્ષ 1994 સુધી નોકરી કરી હતી.

જો કે પાકિસ્તાનમાં કરેલી નોકરીને માન્ય ન ગણી, તેમને નિવૃત્તિ બાદ પેન્શનનો લાભ આપવામાં આવ્યો નહી.જેની સામે રાણોમલે હાઈકોર્ટમાં અરજી કરી હતી.સુનાવણી દરમિયાન જ વર્ષ 2009માં રાણોમલનુ નિધન થયુ હતુ.

પાકિસ્તાનના નાગરિકની હાઈકોર્ટમાં રાજ્ય સરકાર સામે કન્ટેમ્પ્ટની અરજી

હાઈકોર્ટનો સરકારી વકીલને નિર્દેશ

રાજ્યના ગૃહવિભાગ પાસેથી આ અંગે સુચના મેળવો

હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત

ખંડપીઠના આદેશ છતાં, નિવૃત્તિ પછી પેન્શનનો લાભ મળ્યો નથી

પાકિસ્તાનના દિવંગત નાગરિક રાણોમલ વર્ષ 1971 બાદ ભારત આવેલા

વર્ષ 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ બાદ ભારત આવેલા

ભારતમાં આવ્યા બાદ રાણોમલને વર્ષ 1988માં નોકરી મળી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર