વિઠ્ઠલ રાદડિયાના વિવાદીત નિવેદન સામે હાર્દિક પટેલે શું કહ્યું? જાણો

Jan 19, 2017 01:12 PM IST | Updated on: Jan 19, 2017 01:12 PM IST

રાજકોટ #શક્તિના ધામમાં રાજકીય નેતા વિઠ્ઠલભાઇ રાદડીયા દ્વારા હાર્દિક પટેલને લઇને કરાયેલા વિવાદીત નિવેદનને લઇને વિવાદ વધુ ઘેરાયો છે. વિવાદ બાદ હાર્દિક પટેલે ન્યૂઝ18 ઇટીવીને આપેલી ખાસ મુલાકાતમાં વિઠ્ઠલભાઇના નિવેદન સામે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. હાર્દિકે કહ્યું કે, ભાજપ દ્વારા સમાજને તોડવા પ્રયાસ કરાય છે, પરંતુ સમાજ બધુ જાણે છે અને તૂટે એમ નથી.

વિઠ્ઠલભાઇએ શું કહ્યું?

લેઉવા પટેલનું સંમેલન છે. પાટીદાર પુરેપારા સંમેલનનું નથી. લેઉવાના પૈસાથી ઉભું થયું છે. અને કદાચ હાર્દિક આવે તો અમને વાંધો પણ નથી. ના આવે તો પણ મને વાંધો નથી. હું અહીં આમંત્રિત પણ નથી. હું તો એક સ્વયં સેવક તરીકે ત્યાં ગયો હતો. અને કદાચ ખોડલ ધામના ટ્રસ્ટીઓ એને આમંત્રણ આપે અને તે આવે તો મને કોઇ વાંધો પણ નથી.

હાર્દિક પટેલે શું આપી પ્રતિક્રિયા?

વિઠ્ઠલભાઇ દ્વારા જે કંઇ પણ નિવેદન આપવામાં આવ્યું હોય તે એમનું વ્યક્તિગત હોઇ શકે, અમે લેઉવા કડવામાં માનતા નથી. અમે સમાજમાં માનીએ છીએ. માતાજીના સ્થાનકમાં આવું નિવેદન આપવું એ યોગ્ય પણ નથી. ભાજપ દ્વારા આવા પ્રયાસો થતા હોય છે અને સમાજને તોડવાનું એમનું કાર્ય હોય છે. આશા રાખું કે સમાજ એક જ છે. આવા વ્યક્તિઓએ આવા નિવેદનો ન કરવા જોઇએ કે જેથી સમાજને અસર થાય. સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે વાત કરતા હોય તો આવા નિવેદન ન કરવા જોઇએ. સમાજ બધુ જાણે જ છે અને સમાજ તૂટે એમ નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર