ગ્રામ પંચાયત ચૂંટણી: રસાકસીભર્યા માહોલ વચ્ચે મતગણતરી

Apr 11, 2017 10:26 AM IST | Updated on: Apr 11, 2017 10:26 AM IST

ગાંધીનગર #રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટમીમાં આજે ઉમેદવારોના ભાવી ખુલવા જઇ રહ્યા છે. રાજ્યની 1557 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી છે. 4279 જેટલા ઉમેદવારોના ભાવી નક્કી થશે.

રાજ્યમાં ગત 8મી એપ્રિલે ગ્રામ પંચાયતોની ચૂંટમીમાં મતદાન કરાયું હતું. આજે મત ગણતરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી સ્થળોએ કામગીરી શરૂ કરવામાં આવી છે.

મત ગણતરીને પગલે લોકોમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 8 કલાકથી શરૂ થયેલી મત ગણતરીમાં નાની ગ્રામ પંચાયતોના પરિણામ આવવા પણ શરૂ થઇ ગયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર