ગુજરાત સરકારનું 10મીએ મળશે એક દિવસીય ખાસ વિધાનસભા સત્ર

Apr 24, 2017 09:23 AM IST | Updated on: Apr 24, 2017 09:23 AM IST

ગાંધીનગર #ગુજરાત સરકાર દ્વારા આગામી 10મી મેના રોજ એક દિવસીય ખાસ વિધાનસભા સત્ર બોલાવવામાં આવે એવી પ્રબળ શક્યતાઓ છે. આ એક દિવસીય વિધાનસભા સત્રને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. પરંતુ એવું કહેવાય છે કે, જીએસટી બિલ સંદર્ભે આ સત્ર મળનાર છે.

ભાજપ શાસિત ગુજરાત સરકાર દ્વારા બોલાયેલ બજેટ સત્ર પૂર્ણ થયું છે અને હાલમાં સામાન્ય બજેટ સત્ર મળનાર નથી ત્યારે ખાસ એજન્ડા માટે ગુજરાત સરકાર દ્વારા એક દિવસ માટે બજેટ સત્ર બોલાવવા તખ્તો તૈયાર થઇ રહ્યો છે. આગામી 10મી મેના રોજ આ એક દિવસીય સત્ર બોલાવાય એમ છે.

ગુજરાત સરકારનું 10મીએ મળશે એક દિવસીય ખાસ વિધાનસભા સત્ર

અહીં નોંધનિય છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે મળેલી નીતિ આયોગની બેઠકમાં ગુજરાત જીએસટી માટે સજ્જ હોવાનો દાવો કર્યો હતો. એમણે કહ્યું હતું કે, ગુજરાતમાં 4.66 લાખ જેટલા ટેક્સપેયર્સની નોંધણી કરવામાં આવી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર