1 મે 1960ના દિવસે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું તેમાં બે કાકાઓની મહત્વપૂર્ણ ભૂમિકા

Apr 30, 2017 02:50 PM IST | Updated on: Apr 30, 2017 02:53 PM IST

1 મે 1960ના દિવસે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું તેમાં બે કાકાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. બંને કાકાઓએ મહાગુજરાત આંદોલનને આકાર આપીને સફળ કર્યું હતું. બેમાંથી એક હતા  ઇન્દુચાચા.ઇન્દુકાકા અને બીજા હતા ભાઇકાકા. ઇન્દુકાકા એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિકની ગુજરાત નિર્માણમાં ભૂમિકા વિશે તો લોકો ઘણે અંશે વાકેફ છે, પણ ભાઇકાકા એટેલે કે ભાઇલાલ પટેલને આપણે માત્ર શિક્ષણનગરી વિદ્યાનગરના નિર્માતા તરીકે જ ઓળખીએ છીએ. ગુજરાતની રચનાના થિન્કટેન્ક ભાઇકાકા હતા.

1 મે 1960ના દિવસે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું તેમાં બે કાકાઓની મહત્વપૂર્ણ ભૂમિકા

1956માં ગુજરાતમાં થયેલા આંદોલનના સૂત્રધાર ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે ઇન્દુચાચા હતા તો એ આંદોલનને દોરીસંચાર આપવાનું કામ ભાઇલાલ પટેલ ઉર્ફે ભાઇકાકા કરતા હતા. બંને કાકાઓના વિઝન અને ખંતને પગલે ગુજરાતનું નિર્માણ થયું હતું. ભાઇકાકા વલ્લભ વિદ્યાનગરના સ્થાપક તરીકે તો જાણીતા છે, પણ મહાગુજરાત આંદોલનમાં તેમની ભૂમિકા વિશે ભાગ્યેજ ઉલ્લેખ થાય છે. મહાગુજરાત આંદોલનમાં ઇન્દુચાચાના મુખ્ય સલાહકાર ભાઇકાકા હતા.

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકે તેમની આત્મકથામાં લખ્યું છે કેમહાગુજરાતના નવા આંદોલનની પહેલી ઘડીથી તે છેવટ સન 1960માં ગુજરાતના જુદા રાજ્યની સ્થાપના થઇ ત્યાં સુધી ભાઇકાકા મારા સર્વોત્કૃષ્ટ સલાહકાર રહ્યા. મહાગુજરાત અને મહારાષ્ટ્રના નેતાઓ વચ્ચે સુમેળ સાધવામાં તેમજ વહીવટી કુનેહથી મતભેદો ઉકેલવામાં ભાઇકાકાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગુજરાતની જે સર્વાંગી ખીલવણી થઇ એમાં ભાઇકાકાનું વિઝન પણ જવાબદાર છે.

ભાઇકાકાનો ઉલ્લેખ માત્ર શિક્ષણ નગરી વિદ્યાનગરના સ્થાપક તરીકે જ કરવો એ ભાઇકાકાની વ્યાપક પ્રતિભાનું અધુરૂં આકલન છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર