ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં પેપર લીક મામલો: સોશિયલ મીડિયામાં ફરતું પેપર છેવટે ખોટું નીકળ્યું

Mar 15, 2017 03:18 PM IST | Updated on: Mar 15, 2017 05:40 PM IST

ગાંધીનગર #રાજ્યમાં આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે સવારથી જ ઉઠેલા વિવાદમાં છેવટે સ્પષ્ટા સામે આવી છે. સોશિયલ મીડિયામાં ફરતું થયેલું પેપર છેવટે ખોટું અને અલગ હોવાનું ખુલ્યું છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.

રાજ્યમાં આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરંતુ પહેલા દિવસે જ જાણે કે બોર્ડનું કથિત ભોપાળું સામે આવ્યું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. બપોરે ત્રણ વાગે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું નામાના મૂળ તત્વો વિષયની પરીક્ષા લેવાની હતી. પરંતુ આ પરીક્ષાનું કથિત પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જોકે શિક્ષણ વિભાગ દ્વારા શરૂઆતમાં આ મામલે કોઇ સ્પષ્ટતા કરાઇ ન હતી અને પેપર શરૂ થયા બાદ જ  આ અંગે સ્પષ્ટતા કરી શકાય એવું જણાવ્યું હતું. બાદમાં બપોરે ત્રણ વાગે પરીક્ષા શરૂ થતાં છેવટે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જવા પામ્યું છે.

સવારથી સોશિયલ મીડિયામાં ફરી રહેલું પેપર છેવટે ખોટું હોવાનું સામે આવ્યું છે. અહીં નોંધનિય છે કે, પરીક્ષા દરમિયાન સામે આવતી આવી બાબતોથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ દુર રહેવું જોઇએ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર