ગુજરાતના ગધેડાઓમાં એવું તે શું ખાસ છે કે થઇ રહી છે આટલી ચર્ચા? જાણો

Feb 28, 2017 05:40 PM IST | Updated on: Feb 28, 2017 05:40 PM IST

અમદાવાદ #ઉત્તરપ્રદેશના રાજકીય તવા પર ગુજરાતના ગધેડાઓની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજનેતાઓ પોતાના નિવેદનમાં ગુજરાતના ગધેડાઓની વારંવાર વાત કરી રહ્યા છે. અહીં સુધી કે યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આપેલા નિવેદન સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વળતો પ્રહાર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હું દેશ માટે ગધેડાની જેમ કામ કરૂ છું, ગધેડો પોતાના માલિક માટે વફાદાર હોય છે એમ હું પણ 125 કરોડ દેશવાસીઓ માટે વફાદાર છું, ચર્ચાના આ માહોલ વચ્ચે એ જાણવું જરૂરી છે આખરે ગુજરાતના ગધેડાઓમાં એવી તે શું ખાસિયત છે કે, આટલી બધી ચર્ચાઓ થઇ રહી છે.

ઘોડા ગધેડાનું ખાસ મિશ્રણ: ઘુડખર

ગુજરાતના ગધેડાઓમાં એવું તે શું ખાસ છે કે થઇ રહી છે આટલી ચર્ચા? જાણો

ગુજરાતના ગધેડાઓની વાત કરીએ તો એમની ચર્ચા માત્ર યૂપીમાં જ નથી. ગુજરાતના ગધેડાઓની ચર્ચા તો આખી દુનિયામાં છે. કચ્છના નાના રનમાં અંદાજે 5000 ચો,કિમી વિસ્તારમાં ફેલાયેલા ઘુડખર અભ્યારણમાં જ આ ગધેડા જોવા મળે છે. આ ખાસ ગધેડાઓને ઘુડખર કહેવામાં આવે છે. એના નામની સાથે જ એની ખાસિયત પણ જોડાયેલી છે. ઘુડ એટલે ઘોડો અને ખર એટલે ગધેડો. આમ ઘોડા અને ગધેડાનું મિશ્રણ જોવા મળે છે આ ઘુડખરમાં.

વિદેશીઓ પણ આવે છે ગુજરાત

ગુજરાતના આ ખાસ ગધેડાઓને જોવા માટે વિદેશીઓ પણ ગુજરાત આવે છે. કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભ્યારણમાં ત્રણ રેન્જ છે. જેમાં બજાણા સૌથી મોટી રેન્જ છે. આડેસર અને ઘાંગ્રધા રેન્જમાં પણ ઘુડખર છે. બજાણા રેન્જની વાત કરીએ તો જાણવા મળ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં 53 હજારથી વધુ પર્યટકોએ અહીં મુલાકાત લીધી છે. જેમાં 6 હજાર જેટલા વિદેશી પર્યટકો છે.

ખાસ ગધેડાઓમાં શું છે ખાસ?

ઘોડા અને ગધેડાઓનું મિશ્રણ ધરાવતા ગુજરાતના આ ખાસ ગધેડાઓની એક ખાસ ખાસિયત છે. આ ખાસ ગધેડામાં ગધેડાનો દેખાવ છે તો ઘોડા જેવી સ્ફૂર્તિ છે, આ ઘુડખર 50 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. રણ વિસ્તારમાં તો આ ગધેડા કોઇને પહોંચવા દે એમ નથી.

ખાસ ગધેડા માટે ખાસ ટિકિટ

ગુજરાતના આ ખાસ ગધેડાઓની બીજી એક ખાસિયત એ પણ છે કે આ ખાસ ગધેડા ગુજરાત સિવાય અન્ય ક્યાંય જોવા મળતા નથી. અગાઉ કચ્છ અને પાકિસ્તાન વિસ્તારમાં જોવા મળતા હતા જોકે લુપ્ત થતાં એ હવે માત્ર કચ્છના નાના રણ વિસ્તારમાં જ જોવા મળે છે. જેને પગલે સરકાર દ્વારા લુપ્ત થઇ રહેલા આ ખાસ પ્રાણીના માનમાં 10 મે 2013માં ખાસ ટપાલ ટિકીટ બહાર પાડી હતી.

gujarat-donkey1

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર