ગુજરાત દિલ્હીમાં એલર્ટ, ખુરાસન ગ્રુપના બે આતંકીઓ ઘૂસ્યાની બાતમી

Mar 09, 2017 10:35 AM IST | Updated on: Mar 09, 2017 10:35 AM IST

નવી દિલ્હી #ગુજરાત સહિત દેશમાં ISISના આતંકી હુમલાની દહેશત છે. લખનૌમાં કરાયેલા એન્કાઉન્ટર બાદ સુરક્ષા એજન્સીઓને સનસનીખેજ વિગતો મળી છે. સેન્ટ્રલ આઇબીને મળેલી બાતમી અનુસાર ખુરાસન ગ્રુપના બે આતંકીઓ વિસ્ફટકો સાથે દેશમાં ઘૂસ્યા છે. જેને પગલે ગુજરાત, દિલ્હી સહિતના રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે.

ઉત્તરપ્રદેશમાં સામે આવેલા કથિત આતંકવાદીના એન્કાઉન્ટર બાદ દેશમાં આતંકી હુમલાની દહેશત ફેલાઇ છે. આ સંજોગોમાં સામે આવેલ વીડિયો, મોબાઇલ સહિતની ચીજ વસ્તુઓને આધારે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

ગુજરાત દિલ્હીમાં એલર્ટ, ખુરાસન ગ્રુપના બે આતંકીઓ ઘૂસ્યાની બાતમી

સેન્ટ્રલ આઇબીને મળેલી વિગતો અનુસાર ખુરાસન ગ્રુપના બે આતંકીઓ દિલ્હીમાં ઘૂસ્યા છે અને એમની પાસે વિસ્ફોટક પદાર્થો પણ ભારી માત્રામાં હોવાની સંભાવના છે. જેને પગલે ગુજરાત, હરિયાણા, દિલ્હી સહિતના રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર