રૂપાણી સરકાર માટે વધુ એક મુશ્કેલી,હવે આ સમાજે ભાજપને આપી ચિંમકી

Jan 24, 2017 07:00 PM IST | Updated on: Jan 24, 2017 07:00 PM IST

અમદાવાદઃસમગ્ર દેશમાં ૪૦ લાખ કરતા વધુ વસ્તી ધરાવતા અને મોટા ભાગના લોકો માટીકામ સાથે સંકળાયેલા છે તેવા પ્રજાપતિ સમાજ દ્વારા આજે ગુજરાત પ્રજાપતિ મહાએકતા આભિયન સમિતિના નેજા હેઠળ આજે સમગ્ર ગુજરાતમાં ૨૫ જિલ્લાઓની સાથે સાથે મહેસાણા જીલ્લામાં પણ આવેદનપત્ર પાઠવી અને પોતની રજુઆતો કરી હતી.જો સરકાર એમની રજૂઆત પર કામગીરી નહિ કરે તો તેમના ધવારા સરકાર સામે અવાજ ઉઠાવવાની પણ તૈયારીઓ બતાવાઈ છે.પાટણમાં આવેદન આપતી વખતે સરકાર માંગ નહી સ્વીકારે તો અાગામી ૨૦૧૭ ની ચુંટણીમાં ભાજપ સાથે જોડાયેલ ૯૦ ટકા પ્રજાપતિ સમાજ ચુંટણીમાં ભાજપનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ગુજરાતના મોટાભાગના પ્રજાપતિ સમાજના લોકો માટીકામ સાથે સંકળાયેલા છે ત્યારે ૨૦૦૮ માં જે માટીકામ કલાકારી બોર્ડ ને એકત્રીકરણ કરી અને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ની સ્થાપના કરવામાં આવી છે તેને ફરી “ગુજરાત માટીકામ કલાકારી” બોર્ડ બનાવી તેમાં ડીરેક્ટર તરીકે અને અધ્યક્ષ તરીકે પ્રજાપતિ સમાજના જ આગેવાનો ને લેવામાં આવે, આ બોર્ડ ના અધ્યક્ષને કેબીનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવે, તેમજ માટીકામ સાથે સંકળાયેલા લોકો ને ૫ લાખ સુધી ની ઇંટો બનાવતા લોકોને લોન-સબસીડી સહિતના લાભો આપવામાં આવે તેવી માંગ કરી હતી.

રૂપાણી સરકાર માટે વધુ એક મુશ્કેલી,હવે આ સમાજે ભાજપને આપી ચિંમકી

ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા આવા માટીકામના કારીગરોને ગામમાં પાંચ એકર જેટલી જમીન આપવામાં આવે તેમજ પાંચ લાખ કરતા ઓછી રકમ ની ઇંટો બનાવતા લોકોને માટીકામ માટે લેવાતી માટી ની રોયલ્ટી માંથી મુક્તિ આપવામાં આવે જેવી આનેક માગો ને લઈને આજે કલેકટર નહિ હોવાને પગલે જીલ્લા કલેકટરના ચીટનીશને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર